🔥 TRENDING केल्हारी में भगवान बिरसा मुंडा जनजातीय... Uttarakhand Hit by Two Earthquakes in... 4.1-Magnitude Earthquake Hits Uttarakh... Tax Circular Won’t Block Rule 96A Inte... NCW Urges Strengthened Measures for Wo... Haryana CM Launches 'Namo Morni Missio...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરમાં 9 મહિના બાદ નાસતા ફરતા આરોપી અમીશભાઈને પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 01:33 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને IT એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અમીશભાઈ મનુભાઈ માથાવાડીયાને 9 મહિના બાદ પકડ્યો..

સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને IT એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અમીશભાઈ મનુભાઈ માથાવાડીયાને 9 મહિના બાદ પકડ્યો.આરોપી જે સુરત મુકામમાં ગાયત્રી ફ્લેટ નંબર 301,કાપોદ્રા રોડ પર રહેતો હતો,હિંમતનગર LCB ઓફિસમાં લાવવામાં આવ્યો અને તપાસ બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી સી સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,વીમલ આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જશુભાઇ બાબુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,રાકેશસિંહ જસવંતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કિર્તિરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલે પણ કામગીરીનું માર્ગદર્શન આપ્યું..

અમીશભાઈને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318 અને IT એક્ટ 2008 ની કલમ 66(C),66 હેઠળ આરોપિત કરવામાં આવ્યો.આ ગુન્હાઓ માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ 35(1)(જે) મુજબ કાર્યવાહી કરવામાં આવી.આ સફળ કામગીરીથી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચની નાસતા ફરતા આરોપીઓને પકડવાની ક્ષમતા સાબિત થાય છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસની સક્રિયતા અને સહકારની પ્રશંસા થાય છે.
📲Get App