🔥 ट्रेंडिंग कांग्रेस ने पाली ज़िला परिषद के 33 उम्... राजस्थान में इदगाह‑बंदीकुई के पास MEMU... दिल्ली ने मध्य प्रदेश के लिए ओबीसी आरक... एसटीएफ ने खुलासा किया: 96 घंटे में बां... कांग्रेस ने केकड़ी पंचायत के वार्ड 6 म... नवादा समाहरणालय में प्रधानमंत्री सूर्य...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં 9 મોટા પીપળાના વૃક્ષો કાપ્યા, પર્યાવરણપ્રેમી મહેશ પટેલે ફરિયાદ નોંધાવી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 अक्टू. 2026, 06:08 PM 👁 18
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના નાકા વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર વર્ષો જૂના પીપળાના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું પર્યાવરણપ્રેમી મહેશ પટેલે દાવો કર્યો, અને બિલ્ડર MBH-2 અને ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાની માગણી કરી.

સુરત શહેરના નાકા વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર વર્ષો જૂના અને ઓક્સિજન આપતા વિશાળ કદના પીપળાના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પર્યાવરણપ્રેમી મહેશ પટેલે કર્યો છે.

મહેશ પટેલે જણાવ્યું કે GPS મેપ મુજબ જે સ્થાનો પર વૃક્ષો હોવા જોઈએ ત્યાંથી નવ જેટલા મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે MBH-2 બિલ્ડર અને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના જવાબદાર કર્મચારી-અધિકારીઓની મિલીભગતને કારણે આ કુદરતી સંપત્તિનો નાશ થઈ રહ્યો છે.

બિલ્ડરોના સ્વાર્થ અને અધિકારીઓની બેદરકારીને લીધે શહેરનું પર્યાવરણ ખતમ થઈ રહ્યું છે. મહેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તાત્કાલિક તટસ્થ તપાસ હાથ ધરવાની અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગણી કરી.
📲Get App