🔥 TRENDING Junior Engineer Arrested in Chidawa fo... દરીયાપુર રાષ્ટ્રવિનાયક કોમ્પ્લેક્સમાં... वृंदावन के संत पूज्य प्रेमानंद जी महार... कुटेला वन परिक्षेत्र में गजराज की धमाक... અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા... પેટ્રોલમાં ઇથેનોલનું યોગ્ય મિશ્રણ કેટલ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીના 9 ગુના ઉકેલાયા

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 05 Oct 2026, 07:32 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આમોદ, વેડચ અને ખંભાત વિસ્તારમાં સોલાર પ્લાન્ટ તથા વીજ લાઇનમાંથી કેબલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ચાર આરોપીઓને અટકાયત કરવામાં આવ્યા છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: કેબલ ચોરીના 9 ગુના ઉકેલાયા

આમોદ, વેડચ અને ખંભાત વિસ્તારમાં સોલાર પ્લાન્ટ તથા વીજ લાઇનમાંથી કેબલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ — 4 આરોપીઓ પકડાયા, 2 વોન્ટેડ જાહેર

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અંજામ આપતી ટોળકી સામે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તેમજ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટ અને ઇલેક્ટ્રીસીટીની લાઇનોમાંથી કોપર તથા એલ્યુમિનિયમ કેબલની ચોરીના કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ભરૂચ એલસીબી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. માનવ સ્ત્રોત, ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

દરમિયાન એલસીબીના PSI એ.વી. શિયાળીયાની ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, આમોદ-આછોદ ચોકડી નજીક ઓરેન્જ કલરની મોટરસાયકલ નંબર GJ-16-ED-8412 સાથે ચાર શખ્સો ઉભા છે અને તેઓ આમોદ, વેડચ તથા ખંભાત વિસ્તારમાં સોલાર પ્લાન્ટ અને વીજ લાઇનમાંથી કેબલ ચોરીમાં સંડોવાયેલા છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેબલ ચોરીની કબૂલાત કરી હતી. આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન આમોદ, વેડચ અને ખંભાત વિસ્તારમાં આવેલા વિવિધ સોલાર પાવર પ્લાન્ટ તેમજ હાઇટેન્શન વીજ લાઇનોમાંથી કોપર અને એલ્યુમિનિયમ કેબલ તથા અન્ય ભંગારની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

પોલીસે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં તપાસ કરતાં આમોદ પોલીસ મથકમાં 5, વેડચમાં 1 અને ખંભાત રૂરલ પોલીસ મથકમાં 3 મળી કુલ 9 કેબલ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.

પકડાયેલા આરોપીઓમાં સુહેલ અબ્બાસ પટેલ, ઓમપ્રકાશ લાલમણી યાદવ, મોહંમદ રહીયુફ મોહંમદ અલી ખાન અને મનોજ રામબહોર યાદવનો સમાવેશ થાય છે. જ્યારે ઝુબેર ઉર્ફે મીલી ઇસ્માયલ પટેલ અને આસીફ ઉર્ફે રૂપાલ ઐયુબ વ્હોરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આરોપીઓ પાસેથી પોલીસે GJ-16-ED-8412 નંબરની મોટરસાયકલ કિંમત રૂ.50 હજાર અને ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.70 હજાર, મળી કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી PSI એ.વી. શિયાળીયા, ASI જયેશભાઈ મિસ્ત્રી, હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App