🔥 TRENDING સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિરમાં વ્... વોર્ડ 12, અટલાદરામાં કાશીબા બાળવાડીની... गांधीनगर के श्री झूलेलाल मंदिर में 58व... आमोदा येथील तलाठी एक हजाराची लाच घेतान... બિલપાડ ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની ત... અમરેલી નગરપાલિકા પ્રમુખે હરિ રોડ પર રા...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પનારમાં જુગારધામ પર દેત્રોજ પોલીસનો દરોડો, 9 શખ્સો ઝડપાયા

પનારમાં જુગારધામ પર દેત્રોજ પોલીસનો દરોડો, 9 શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 04 Sep 2026, 08:17 AM 👁 111
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદગ્રામ્યના દેત્રોજ પોલીસ દ્વારા પનાર ગામમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ નજીક ખુલ્લામાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલી રોકડ રકમ તથા આરોપીઓની પાસેથી મળેલી રોકડ સહિત કુલ ₹27,540 રોકડા કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, દેત્રોજ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.બી. વિહોલના માર્ગદર્શન હેઠળ ASI રાજુભાઈ શાવરાજી સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પનાર ગામમાં રહેતા સોનુભા ચંપુભા ગઢાના ઘર આગળ આવેલા છાપરામાં કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલી રોકડ રકમ તેમજ આરોપીઓની પાસેથી મળેલી રોકડ રકમ મળી કુલ ₹27,540 કબજે કરી હતી. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાના પણ પોલીસે કબજે કર્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં પનાર ગામના યુવરાજસિંહ સોનુભા ઝાલા, રાજુભા ગેલુભા ઝાલા, દીપકસિંહ કિનરાજસિંહ ઝાલા, દશરથસિંહ પ્રવિણસિંહ ઝાલા, બળદેવસિંહ ઉર્ફે હરીદીપસિંહ રતનસિંહ ઝાલા, વિપુલસિંહ ઉર્ફે સેઢી ભરતસિંહ ઝાલા, જયદીપસિંહ ઉર્ફે જે.ડી. અરવિંદસિંહ ઝાલા, પ્રવિણસિંહ મુળસિંહ ઝાલા તેમજ વિરમગામ તાલુકાના ભાવડા ગામના વિજય ભરતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી ઝડતી દરમિયાન ₹22,480 અને જુગારના દાવ પરથી ₹5,060, મળી કુલ ₹27,540 રોકડા કબજે કર્યા હતા. દેત્રોજ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App