🔥 TRENDING Grace Caroline Currey Returns in 'Fall... 13 Suspects Arrested in Manipur for Mo... Congress MP supporters rally in Manipu... Manipur Police Launch 48-Hour Manhunt... Meghalaya clinches two SKOCH Silver Aw... Meghalaya Unveils ‘Ka Jingkyrmen’ Init...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

સુરત જિલ્લામાં 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજના હેઠળ 8.79 લાખથી વધુ વિદ્યાર્થીઓને 106 કરોડથી વધુની સહાય

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 08:00 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારની બે મહત્વકાંક્ષી યોજનાઓ 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાયનો મોટો સ્ત્રોત બની રહી છે. વર્ષ 2025-26 અને 2026-27 દરમિયાન કુલ 8,79,309 લાભાર્થીઓને 106.06 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.

શિક્ષણ એ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓના સપનાંને સાકાર કરવા માટે યોગ્ય શૈક્ષણિક તકોની સાથે આર્થિક સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે. દર વર્ષે 15મી ઓક્ટોબરે ઉજવાતા 'વિશ્વ વિદ્યાર્થી દિવસ' ના અવસરે વિદ્યાર્થીઓના શિક્ષણ, સંશોધન, નવીનતા અને સર્વાંગી વિકાસના મહત્વને વિશેષરૂપે ઉજાગર કરવામાં આવે છે.

આ સંદર્ભમાં, સુરત જિલ્લામાં રાજ્ય સરકારની 'નમો લક્ષ્મી યોજના' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' વિદ્યાર્થીઓ માટે આર્થિક પ્રોત્સાહન પૂરી પાડતી આશીર્વાદરૂપ પહેલ સાબિત થઈ રહી છે. આ યોજનાઓ ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થાય છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે.

જિલ્લામાં આ બંને યોજનાઓ હેઠળ વર્ષ 2025-26 અને 2026-27 દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,79,309 લાભાર્થીઓને રૂ. 106.06 કરોડથી વધુની માતબર સહાય ચૂકવવામાં આવી છે. આ આર્થિક સહાયથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ બેવડાયો છે અને તેઓ વધુ સારી રીતે પોતાના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરાયા છે. આ પહેલ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App