🔥 TRENDING ગણપતિ બાપ્પા ની પૂજા અને સમૃદ્ધિ માટે... फिरोजाबाद में गर्भवती महिला की मौत पर... ઈડર તાલુકાના BJP પ્રમુખ દિનેશભાઈ પટેલન... SB Hindustani ટીમની નવી ફિલ્મનું શૂટિં... લાઈફટાઈમ ફિટનેસનું ભવ્ય ઉદ્ઘાટન: શેલામ... રાજકોટ‑મોરબી હાઇવે પર ટ્રિપલ અકસ્માત,...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

84‑વર્ષીય આમેનાબેનની હત્યા: સુરતના નાનપુરા વિસ્તારમાં મોનાલિસા એપાર્ટમેન્ટમાં લોહીલુહાણ લાશ મળી

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 02:02 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના નાનપુરા વિસ્તારમાં મોનાલિસા એપાર્ટમેન્ટમાં 84‑વર્ષીય આમેનાબેનની હત્યા થઈ, પોલીસ તપાસમાં હત્યારો બહારથી તાળું ખોલીને ફરાર થયો હોવાનું માનવામાં આવે છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ મોનાલિસા એપાર્ટમેન્ટમાં 84‑વર્ષીય આમેનાબેનની હત્યા થઈ, જેનું શરીર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું.

આમેનાબેન પતિ અને પુત્રના મૃત્યુ પછી એકલા રહેતા હતા. તેઓ દોઢ મહિના થી નજીકમાં જ વિધનેશ્વર એસ્ટેટમાં રહેતા તેમના નાના બહેન દુરરીયા સિરાજ મોતીવાલા (ઉ.વ. 71)ના ઘરે રહેતા હતા. રોજ સવારે પોતાના ફ્લેટ પર જતા અને બપોરે પરત ફરતા.

બહેન સાથે મુંબઈ જવાના હતા તે પહેલા સોમવારે સવારે 9:30 વાગ્યે આમેનાબેન પોતાના ઘરે સામાન પેક કરવા ગયા. બપોરે 2:40 વાગ્યે બહેન સાથે તેમની છેલ્લી વાત થઈ. સાંજ સુધી તેઓ પરત ન ફરતા અને મોબાઇલ બંધ થતા દુરરીયાબેન તપાસ કરવા ફ્લેટ પર પહોંચ્યા. દરવાજાને બહારથી તાળું હોવાથી નકલ ચાવીથી ખોલતા અંદર આમેનાબેનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો.

પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે અને હત્યારો બહારથી તાળું ખોલીને ફરાર થયો હોય તેવી આશંકા વ્યક્ત કરી છે. હત્યારો પરિચિત હોઈ શકે છે તેવી શંકા પણ ઉઠાવવામાં આવી છે.
📲Get App