🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અબડાસામાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ખીરસરા ખાતે ઉજવાયો
Local

અબડાસામાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ખીરસરા ખાતે ઉજવાયો

✍️ Reporter: Pravin Sanjot 🗓 17 Aug 2026, 12:40 AM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અબડાસા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખીરસરા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં様લતદાર એ.આર. નિનામાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું.

અબડાસા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખીરસરા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં મામલતદાર એ.આર. નિનામાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મધુર સ્વાગત ગીતથી કરવામાં આવી હતી અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.
મુખ્ય અતિથિ pgvcl ડેપ્યુટી એન્જિનિયર દિનેશભાઇ ધનજીભાઈ સંજોટ ઉપસ્થિત રહયાં હતા

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અંતમાં વૃક્ષારોપણ ફોરેસ્ટ ખાતા દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, સામાજિક-રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ કાર્યક્રમમાં દેશભક્તિના રંગે રંગાયેલા સૌ કોઈએ રાષ્ટ્રના પર્વને ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે વધાવ્યો હતો.
📲Get App