🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ ખાતે 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

રાજુલાની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ ખાતે 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 16 Aug 2026, 10:17 PM 👁 178
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ કાર્યક્રમ માં અનેક લોકો હાજર રહ્યા

રાજુલાની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ ખાતે 80 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.
અત્રેની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રના 80 માં સ્વતંત્રતા દિવસની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને માર્ગદર્શક શ્રી બિપીનભાઈ કનુભાઈ લહેરીના વરદ્ હસ્તે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં બિપીનભાઈ મહેતા, કનુભાઈ મહેતા,ઉમેશભાઈ મોદી, ઈનાયતભાઈ,શશીભાઈ રાજ્યગુરુ,ડો.નિર્મળ સાહેબ, મહેન્દ્રભાઈ ધાખડા, ભુપતભાઈ જોષી, કુતુબભાઈ કપાસી, યુસુફભાઈ, ચિંતનભાઈ મહેતા,હોનેદભાઈ,ડો.રાજેન્દ્રભાઈ જાની,મુર્તુજાભાઈ,મહેશભાઈ વ્યાસ,મનજીભાઈ ટાંક સહિત રાજુલા શહેરના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના નિવૃત્ત શિક્ષકો યોગેશભાઈ જોષી, અશોકભાઈ મહેતા, ગોવિંદભાઈ ચાંદોરા,પ્રવિણાબેન ભટ્ટ વગેરે પણ હાજર રહ્યાં હતાં.
શાળાના આચાર્ય જે.એમ.વાઘ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ શૈક્ષણિક વર્ષ 2025-26 ના ધોરણ 9 થી 12 ના પ્રથમ ત્રણ ક્રમાંકિત વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ચિત્ર શિક્ષક એચ.એન.જાદવ દ્વારા કરવામાં આવ્યુ હતુ.શાળાના શિક્ષક એમ.સી.કાતરીયા દ્વારા વિદ્યાર્થીઓના પીરામીડની કૃતી રજૂ કરવામાં આવી હતી.શાળાના વ્યાયામ શિક્ષક કે.એન વરૂ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે જાયન્ટ્સ ક્લબ રાજુલા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ.
📲Get App