Crime
જામનગર: 80 હજારના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા
જામનગરમાં 80 હજાર રૂપિયાના ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા ફટકારી છે.
જામનગરમાં રૂ. ૮૦,૦૦૦ના ચેક રિટર્ન કેસમાં આરોપી આશીષ ભુપતભાઈ વડગામાને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ ફરિયાદી હિનાબેન જયેશભાઈ કટારમલને રૂ. ૯૬,૦૦૦નું વળતર ૬૦ દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે. જો વળતરની રકમ ચૂકવવામાં કસૂર થશે તો આરોપીને વધુ ૩૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરાયો છે. ફરિયાદ મુજબ, આરોપીએ પોતાની જરૂરિયાત માટે હિનાબેન પાસેથી રૂ. ૧.૬૦ લાખ હાથઉછીના લીધા હતા. તેમાંથી રૂ. ૮૦ હજાર પરત ચૂકવી બાકીની રકમ માટે આપેલો ચેક બેંકમાં જમા કરાવતાં પરત ફર્યો હતો. કાનૂની નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા 80 હજાર રૂપિયાના ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપતા આરોપીને એક વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ચેક રિટર્ન થવાને કારણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.