🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Aug 2026, 07:38 PM 👁 180
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ ( અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા) વેરાવળ સંસ્થા અને વડોદરા સંસ્થા માં આજ રોજ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની સંસ્થામાં ઉજવણી કરવામાં આવેલ.
80 માં સ્વાતત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના પટાંગણમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવેલ. સાથે સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપેલ. અને રાષ્ટ્ર ગાન કરેલ. સંસ્થા દ્વારા દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી , સફેદ અને લીલા કલરના ટીસર્ટ પહેરાવી હાથમાં રાષ્ટ્ર ધ્વજ રાખી ઉજવણી કરેલ. ઊભા રહી ન શકે તેવા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર પર બેસાડેલ અને અન્ય દિવ્યાંગ બાળકોને લાઇનમાં ઊભા રાખી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

બાઈટ : સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર
📲Get App