🔥 ट्रेंडिंग सिटी कोतवाली पुलिस ने सार्वजनिक स्थानो... बिलासपुर में युवक की आग लगने वाली मौत... 14 जनवरी को हरिद्वार में कुम्भ शाही स्... कांग्रेस विधायक धामी ने जलजिबी मेले मे... सेलजा ने सोनिया गांधी की नई पुस्तक को... दिल्ली के प्रवेश द्वारों पर मल्टी‑लेन...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદના ઈન્કમટેક્સ અધિકારી રૂ.8 લાખની લાંચ લેતા ઝડપાયા: જામનગર ACBની કાર્યવાહી, ઓડિટ રિઓપન ન કરવા માગી હતી રકમ

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 23 नव. 2026, 12:39 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB) દ્વારા 22 નવેમ્બરના રોજ સફળ ટ્રેપ ગોઠવીને અમદાવાદના ઓડિટ વિભાગના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીએ ઇન્કમટેક્સ રિટર્નના એસેસમેન્ટ ઓડિટને ફરી ખોલવામાં ન આવે તે માટે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી અને છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે તેમને ઝડપી લીધા હતા.
અમદાવાદના ઓડિટ વિભાગના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા

પકડાયેલા આરોપીની ઓળખ વિનસકુમાર અમરચંદ સાવરીયા(ઉં.વ. 44) તરીકે થઈ છે. તેઓ અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં પીડી સેન્ટ્રલ હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (એ.એ.ઓ.), વર્ગ-બી તરીકે ફરજ બજાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટનું ઓડિટ ફરી રિઓપન ન કરવામાં આવે તે માટે આરોપીએ ફરિયાદી પાસે રૂબરૂમાં રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

લાંચ સ્વીકારેલી તમામ રકમ ACBએ રિકવર કરી

ફરિયાદના આધારે જામનગર ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે(22 નવેમ્બર) જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.8 લાખની લાંચની માંગણી કરી સ્વીકારી લેતાં ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ACBએ લાંચ સ્વીકારેલી તમામ રકમ રિકવર કરી લીધી હતી.
📲Get App