🔥 TRENDING શક્તિપીઠ અંબાજીમાં સાતમા નોરતે ભક્તોનો... education ಕೃಷ್ಣಾ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ: ಹಿಂಗಾರು ಹಂಗಾಮಿನ... શક્તિપીઠ અંબાજીમાં સાતમા નોરતે ભક્તોનો... ਵੱਡੀ ਖ਼ੁਸ਼ਖ਼ਬਰੀ! ਭਾਰਤ ਸਣੇ 13 ਦੇਸ਼ਾਂ ਦੇ ਨ... करैरा में भारतीय किसान यूनियन का अनिश्...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઉમરપાડા જંગલમાંથી ખેરના વૃક્ષો કાપતી 8 લોકોની ગેંગ વન વિભાગે ઝડપી પાડી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 09:18 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉમરપાડાના સંરક્ષિત જંગલમાંથી કિંમતી ખેરના વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી હેરાફેરી કરતી આંતરજિલ્લા ગેંગના 8 તસ્કરોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 3.90 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ઉમરપાડા બીટ વિસ્તારના સંરક્ષિત જંગલમાંથી કિંમતી અને પ્રતિબંધિત ખેરના વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી હેરાફેરી કરતી આંતરજિલ્લા ગેંગના 8 તસ્કરોને વન વિભાગે ઝડપી પાડી 3.90 લાખનો આકરો દંડ વસૂલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ તસ્કરો સૌપ્રથમ દિવસના સમયે જંગલમાં ઘૂસી કરવત વડે બે મોટા ખેરના ઝાડ કાપી નાખતા હતા. ત્યારબાદ, લાકડાંના ટુકડા તાત્કાલિક લઈ જવાને બદલે જંગલના ગાઢ ઝાડી-ઝાંખરામાં છુપાવી દેતા હતા.

જ્યારે માહોલ શાંત જણાતો ત્યારે રાતના અંધારામાં ટાટા-407 ટેમ્પો (GJ-07-Z-5425) લાવી લાકડાં ભરી બારોબાર સગેવગે કરવાનો તેમનો મનસૂબો હતો. જોકે, વન વિભાગની સતર્કતાને કારણે તેમના આ કારસ્તાનનો પર્દાફાશ થયો.

સુરત વન સંરક્ષક પુનીત નય્યર, ડીસીએફ ધીરજ કુમાર અને એસીએફ ગૌરવ લોઢાના માર્ગદર્શન હેઠળ આરએફઓ કમલેશ ચૌધરીની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
📲Get App