🔥 TRENDING एसबीआई बैंक में नौकरी दिलाने के नाम पर... सोयाबीनच्या काढणीला वेग अपुऱ्या पावसाम... Tipper Collides with Parked Truck in A... CJP founder Abhijeet Dipke granted bai... 21-Year-Old Killed in Motorcycle Colli... Madhya Pradesh OBC leader urges Govern...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર 8 કલાકના વીજકાપનું સંકટ, દિવાળી પહેલાં વેપારીઓમાં રોષ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 05:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ઔદ્યોગિક ફીડરો પર સાંજના સમયે 8 કલાકના વીજકાપની જાહેરાતથી ઉદ્યોગ જગતમાં ભારે અસંતોષ ફેલાયો છે, ખાસ કરીને દિવાળીના તહેવારો પહેલાં આ નિર્ણય વેપારીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે.

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તહેવારોની મોસમમાં વીજકાપનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા અચાનક ઔદ્યોગિક ફીડરો પર સાંજના સમયે 8 કલાકના વીજકાપની જાહેરાત કરવામાં આવતાં ઉદ્યોગ જગતમાં ભારે રોષ ફેલાયો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ આ આદેશને ઉદ્યોગો પર સીધો વજ્રઘાત ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દિવાળી નજીક છે, વેપારીઓએ ઓર્ડર પૂર્ણ કરવાના છે અને માર્કેટમાંથી પેમેન્ટ મેળવવાના છે, ત્યારે આવી અણધારી જાહેરાત MSME ઉદ્યોગોને નુકસાન પહોંચાડી રહી છે અને દિવાળી બગાડી રહી છે. છેલ્લા 26 વર્ષમાં ક્યારેય પણ ઉદ્યોગો પર એક ઝાટકે આ પ્રકારે કાપ લાદવામાં આવ્યો નથી.

આ વીજકાપનું મુખ્ય કારણ કોલસાની અછત અને વીજળીની માંગમાં થયેલો અણધાર્યો ઉછાળો છે. સુપર અલ નીનોની વૈશ્વિક અસર અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાની અછત સર્જાઈ છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે વીજળીની માંગમાં થયેલા અણધાર્યા વધારાને કારણે ઉપલબ્ધ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માંગનું સંતુલન ખોરવાઈ ગયું છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે DGVCL દ્વારા જરૂરિયાત મુજબ નિયત ઔદ્યોગિક ફીડરો પર તેમના નિયત સ્ટેગર ડે મુજબ સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી, એટલે કે 8 કલાક વીજ પુરવઠો બંધ રાખવાની નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ સિસ્ટમ લાગુ રાખવાની જાહેરાત કરાઈ છે.
📲Get App