🔥 TRENDING ਇਸ SUV ਨੂੰ ਟੁੱਟ ਕੇ ਪੈ ਗਏ ਲੋਕ! ਵਿਕ ਗਈਆਂ... Bhopal: 12‑Year‑Old Girl Murdered in B... Congress questions 4.27 crore 'Aashirv... वाराणसी: रोहनियां पुलिस ने 5.1 किलो चा... MP CM Mohan Yadav Announces Chambal In... बीकानेर: पांचू थाना क्षेत्र में एटीएम...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાગડમાં ખનિજ ચોરીમાં આગળ એવા માફિયાઓ સામે તંત્ર ત્રાટક્યું: 8 કરોડનો મુદ્દામાલ જપ્ત વાગડ વિસ્તારમાં બેફામ ચાલતા ગેરકાયદે ખન અને ખનિજની હેરાફેરી પર તંત્રએ લગામ કસી છે.

✍️ Reporter: Naresh katua 🗓 16 Oct 2026, 09:41 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાગડમાં ખનિજ ચોરીમાં આગળ એવા માફિયાઓ સામે તંત્ર ત્રાટક્યું: 8 કરોડનો મુદ્દામાલ જપ્ત વાગડ વિસ્તારમાં બેફામ ચાલતા ગેરકાયદે ખન અને ખનિજની હેરાફેરી પર તંત્રએ લગામ કસી છે. ભચાઉના પ્રાંત અધિકારીના નેતૃત્વમાં ભચાઉ અને રાપરના મામલતદારો સાથે ખાણ-ખનિજ વિભાગ અને RTOની ટીમોએ સંયુક્ત રીતે દરોડાની ઝુંબેશ ચલાવી.આ કાર્યવાહીમાં કુલ 8 કરોડથી વધુની કિંમતના 20 ટ્રક, 3 હિટાચી અને 1 ટ્રેક્ટર-કમ-લોડર કબજે લેવાયા છે.રાપરના લોદ્રાણી ગામ પાસે 2 એકરમાં થતા ગેરકાયદે ખન સ્થળેથી 2 હિટાચી અને 3 ટ્રકો ઝડપાઈ. રાપર શહેરમાંથી ગેરકાયદે ખનિજ ભરીને જતી 13 ટ્રકો, જાટાવાડાની ખાણમાંથી 1 ટ્રેક્ટર-કમ-લોડર અને આધોઈમાંથી 1 હિટાચી જપ્ત કરાઈ.સૌથી મોટી કાર્યવાહી સૂરજબારી ટોલનાકા પર થઈ. અહીં ઓવરલોડ ખનિજ ભરેલી 15 ટ્રકોને પકડીને રૂ. 3.60 લાખનો દંડ સ્થળ પર જ વસૂલાયો. ઉપરાંત રોયલ્ટી પાસ વગર ખનિજ લઈ જતી 4 ટ્રકો પણ જપ્ત કરાઈ.આ કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
📲Get App