🔥 TRENDING President Returns to Delhi After Three... Uttarakhand's Industry-Friendly Polici... Uttarakhand CM Dhami mourns actor Nana... Uttarakhand registers over 29,000 new... 33 Delhi officers transferred across h... नर्सिंग शिक्षणाला बळकटी, 23 परिचर्या म...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઈચ્છાપોર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ આરોપીનો પોલીસ લોકઅપમાં આપઘાતનો પ્રયાસ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Oct 2026, 11:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસ લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકીની માતાના પરિચિત એક શખ્સે એકલતાનો લાભ ઉઠાવી આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું.

ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન, આરોપીએ પોલીસ લોકઅપમાં બદનામી અને કડક સજાના ડરથી પોતાના અંડરગાર્મેન્ટના નાડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીના આત્મહત્યાના પ્રયાસ બાદ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે આરોપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.
📲Get App