🔥 TRENDING MP proposes 5 million free land‑record... Madhya Pradesh CM Mohan Yadav calls La... Madhya Pradesh HC Says Removing Street... लोणावळया मध्ये आजोबा ने आपल्या नातवाला... Supreme Court questions NHAI's inabili... Tumakuru Police Host PETA India Worksh...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: ઈડર પાસે છકડાને કારે અડફેટે લેતા 8 પદયાત્રી ઘાયલ, ત્રણની હાલત ગંભીર
Crime

સાબરકાંઠા: ઈડર પાસે છકડાને કારે અડફેટે લેતા 8 પદયાત્રી ઘાયલ, ત્રણની હાલત ગંભીર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Sep 2026, 07:55 AM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઈડર તાલુકામાં મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે અંબાજીથી પરત ફરી રહેલા પદયાત્રીઓ ભરેલા છકડાને એક ખાનગી કારે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 પદયાત્રીઓ ઘાયલ થયા છે, જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના બની છે. ઈડર તાલુકાના મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી પગપાળા દર્શન કરીને પરત ફરી રહેલા પદયાત્રીઓ છકડામાં બેસીને પોતાના વતન દાહોદ-લુણાવાડા તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન, પુરઝડપે આવતી એક ખાનગી કારે છકડાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે છકડો ફંગોળાઈને નજીકના ખાડામાં ખાબકીને પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં છકડામાં સવાર કુલ 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ કાર ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બેફામ વાહનચાલનને કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
📲Get App