🔥 TRENDING લીલીયા પોલીસે 60 બોરી ચોખા અને 5.70 લા... ਹੁਸ਼ਿਆਰਪੁਰ: ਝੂਠੇ ਪਰਚੇ ਵਿਰੁੱਧ ਹਰਿਆਣਾ ਥਾ... स्वर्गीय जानकी देवी जी का 101 वर्ष में... Shimla Police Detain Two Major Punjab... Accused Issues Chilling Threat to Form... Three Individuals Remanded in Amritsar...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: ઈડર નજીક છકડાને કારે અડફેટે લેતા 8 પદયાત્રી ઘાયલ
Local

સાબરકાંઠા: ઈડર નજીક છકડાને કારે અડફેટે લેતા 8 પદયાત્રી ઘાયલ

✍️ Reporter: Kirankumar dahyabhai thakarda 🗓 23 Sep 2026, 08:02 AM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજીથી પરત ફરી રહેલા દાહોદ-લુણાવાડા તરફ જઈ રહેલા પદયાત્રીઓ મુડેટી પાટીયા પાસે અકસ્માતનો ભોગ બન્યા, જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટીયાથી માલાસા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડામાં સવાર આઠ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ પદયાત્રીઓ અંબાજી દર્શન કરીને પરત પોતાના વતન દાહોદ-લુણાવાડા તરફ જઈ રહ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી કાર ચાલકે પુરઝડપે આવીને છકડાને અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે છકડો રસ્તા પરથી ઉતરીને ખાડામાં પલટી મારી ગયો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં રોડ પર બેફામ વાહનચાલન અને અકસ્માતોની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. આવા અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ચિંતાનો માહોલ છે.
📲Get App