🔥 TRENDING સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત પાટણ... सुमेरपुर: बाबा गांव में तालाब पुनर्जीव... ਪ੍ਰੋਜੈਕਟ ਨੰਦਿਨੀ ਤਹਿਤ ਮਾਲੇਰਕੋਟਲਾ ਵਿੱਚ ਲ... વડીયાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિ... ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન... मुंबई में आज एक ऐसी पार्टी का प्रदर्शन...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉત્રાણમાં 8 સોસાયટી રહેવાસીઓએ મેયર અને કમિશનરને લેખિત વાંધા અરજી આપી, સુપ્રીમ કોર્ટ સુધી જવા ચીમકી
Local

ઉત્રાણમાં 8 સોસાયટી રહેવાસીઓએ મેયર અને કમિશનરને લેખિત વાંધા અરજી આપી, સુપ્રીમ કોર્ટ સુધી જવા ચીમકી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Sep 2026, 10:47 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્રાણમાં 8 સોસાયટી રહેવાસીઓએ મેયર અને કમિશનરને લેખિત વાંધા અરજી આપી, અશ્વિનીકુમાર તાપી બ્રિજ પ્રોજેક્ટ સામે સુપ્રીમ કોર્ટ સુધી જવા ચીમકી. પ્રોજેક્ટ માટે 8 હજાર ચો.મી. જગ્યા સંપાદન જરૂરી, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ ઊભો થયો.

ઉત્રાણ-અશ્વિનીકુમાર તાપી બ્રિજના વિરોધમાં ઉત્રાણ સહિત 8 સોસાયટીના રહીશોએ મેયર અને કમિશનરને લેખિત વાંધા અરજી આપી સુપ્રીમ કોર્ટ સુધી જવા ચીમકી આપી છે.

જો કે, મનપાના બ્રિજ સેલનું હાલ કોઈ આયોજન નથી એટલું જ નહીં બ્રિજ નિર્માણ માટે સામસામે રસ્તા જોઈએ પરંતુ અહી સ્થિતિ એ છે કે, એ.કે.રોડ પર ગરનાળામાં રોડ છે પણ સામે ઉત્રાણમાં તો રોડ નથી તેથી 8 હજાર ચો.મી. જગ્યા સંપાદન કરવી પડે તેથી આ પ્રોજેક્ટ જ હાલ અભરાઇએ ચઢાવી દેવાયો છે.

500 મીટરના અંતરે જ બ્રિજ છતાં નવાની માગણી રજૂઆતમાં આક્ષેપ કરાયા છે કે, અગાઉ ટેકનિકલ ટીમે બે ફિઝિબિલિટી રિપોર્ટ ‘નેગેટિવ’ આપ્યા હોવા છતાં 200 કરોડનો ધૂમાડો કરાઈ રહ્યો છે. માત્ર 500 મીટરના અંતરે કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ છે ત્યારે મકાનો, દુકાનો, આંગણવાડી અને મંદિરો પર બુલડોઝર ફેરવવાનો શું અર્થ? લોકોની માંગ છે કે પાલિકાએ સમગ્ર બ્રિજનું આયોજન બદલીને રેલવેથી અમરોલી તરફ શિફ્ટ કરવું જોઈએ, જ્યાં પહેલેથી જ રોડ ઉપલબ્ધ છે.

કાનાણીની બ્રિજ બનાવવા માંગ કોર્પોરેટર રાઠોડનો વિરોધ આ પ્રોજેક્ટથી ભાજપમાં પણ આંતરકલેહ સર્જાયો છે. ધારાસભ્ય કુમાર કાનાણી અને આર.કે.લાઠિયા કામ તાત્કાલિક શરૂ કરવા માંગ કરી રહ્યાં છે, જ્યારે સ્થાનિક કોર્પોરેટર ભૂપેન્દ્ર રાઠોડે લોકેશન બદલવા વિરોધ નોંધાવ્યો છે.
📲Get App