अपराध
અમરેલી: ટીબી ચેકપોસ્ટ પરથી 8 બોટલ અંગ્રેજી દારૂ સાથે બે ઝડપાયા, 18 સામે પણ કાર્યવાહી
અમરેલી જિલ્લા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટીબી ચેકપોસ્ટ પરથી બે ઈસમોને અંગ્રેજી દારૂની 8 બોટલ સાથે ઝડપી પાડ્યા છે.
અમરેલી જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ટીબી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બે ઈસમોને અંગ્રેજી દારૂની કુલ 8 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 4,190 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે માત્ર અંગ્રેજી દારૂ જ નહીં, પરંતુ દેશી દારૂના જથ્થાને પણ ઝડપી પાડ્યો છે. ચિતલ ગામમાંથી 7 લીટર અને અમરેલી શહેર વિસ્તારમાંથી 2 લીટર મળી કુલ 9 લીટર દેશી દારૂનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.
આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં રખડતા-ફરતા કુલ 18 ઈસમો સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ દ્વારા આવા કાયદાનો ભંગ કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.