🔥 TRENDING Geeta Basra Reveals Childhood Dream, H... Ramayana Film Receives First Review: C... Union Minister urges officials in Trip... Women in Kalyanpur, Tripura Turn Flowe... Tripura Set to Drive Export-Led Growth... Himachal Police Confiscate Rs 48 Lakh...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ, 8 કલાકમાં કાબૂ મેળવ્યો
Local

સુરતમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ, 8 કલાકમાં કાબૂ મેળવ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 09 Sep 2026, 01:32 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડી રાત્રે સુરતના સારોલીમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી, 15-20 ફાયર બ્રિગેડની કામગીરીથી 8 કલાકમાં આગનો કાબૂ મેળવાયો.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલ શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મોડી રાત્રે, 12:50 વાગ્યે આગ લગતી હોવાનું ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો. શરૂઆતમાં છ ફાયર ફાઇટર વાહનો સ્થળે પહોંચ્યા, પરંતુ આગની ગંભીરતા વધતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો.

બ્રિગેડ કોલ પછી 15 થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા. ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ થઈ.

ભારે ધુમાડા, અંધકાર અને પેસેજમાં પડેલા માલસામાનને કારણે ફાયરજવાઓને કામગીરીમાં કઠિનાઈનો સામનો કરવો પડ્યો. પ્રાથમિક જાણકારી મુજબ ચારથી પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી હતી.

લગભગ આઠ કલાકની જહેમત બાદ આગનો કેટલાક અંશે કાબૂ મેળવાયો, પરંતુ ફાયર અધિકારીઓએ જીવના જોખમે કામ કર્યું. માર્કેટમાં આગ નિવારક ઉપકરણો બંધ હોવા અને માલસામાનનું ઓવરલોડ હોવાના પ્રશ્નો ઉઠ્યા છે.
📲Get App