🔥 TRENDING जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প... ছাগলের জন্য ঘাস কাটতে গিয়ে বিদ্যুৎস্পৃ... કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદાર નોંધણ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી પોલીસે શામળાજી ચેકપોસ્ટ પર 793 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી બે આરોપીઓને ધરપકડ કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 02:36 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શામળાજી પોલીસ સ્ટેશનના અણસોલ ચેકપોસ્ટ પર મહિન્દ્રા XUVમાં છુપાયેલા 793 બોટલ વિદેશી દારૂ અને અન્ય માલ જપ્ત થયા, અને શરદકુમાર વસંતરામ માલેકર અને રમેશભાઈ શંકરભાઈ ઠાકોરને ધરપકડ કરવામાં આવી..

અરવલ્લીમાં-:
શામળાજી પોલીસ સ્ટેશનના અણસોલ ચેકપોસ્ટ પર મહિન્દ્રા XUV ગાડીમાં છુપાયેલા 793 બોટલ વિદેશી દારૂ, કુલ મૂલ્ય ₹૨,૫૨,૫૦૦/- અને મોબાઈલ ફોન, ગાડીનું મૂલ્ય ₹૮,૦૦,૦૦૦/- સહિત કુલ ₹૧૦,૫૮,૫૦૦/-નું માલ જપ્ત થયું.આ કામગીરીમાં મહિપાલસિંહ.એચ.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.અરવલ્લી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.તોમર,વી.ડી.વાઘેલા અને એલ.સી.બી. ટીમના સભ્યો તેમજ શામળાજી પોલીસ સ્ટાફના અધિકારીઓએ મળીને ચેકપોસ્ટ પર વાહનોનું નિરીક્ષણ કર્યું અને શરદકુમાર વસંતરામ માલેકર અને રમેશભાઈ શંકરભાઈ ઠાકોરને અટકાવ્યા..

ગાડીનું નંબર પ્લેટ GJ06EQ7985 હતું અને ડ્રાઈવર શરદકુમાર વસંતરામ માલેકર, બીજો ઇસમ રમેશભાઈ શંકરભાઈ ઠાકોર, બંને રાજસ્થાનના રહેવાસી હતા. તેઓ રાજસ્થાનના રતનપુરથી અરવલ્લી તરફ આવી રહ્યા હતા અને ગાડીમાં છુપાયેલા દારૂનું જથ્થો જપ્ત કરવામાં આવ્યું.પોલીસે જપ્ત કરેલા માલ અને ધરપકડ કરેલા આરોપીઓની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.આ ઘટના અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની સક્રિય કામગીરી દર્શાવે છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ.એચ.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર,વી.જે.તોમર પોલીસ સબ ઈન્સપેકટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ ભિમસિંહ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કલ્પેશસિંહ કરણસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ સાલુસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ છગનભાઈ,ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર રતિલાલ,પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર બફુલભાઈ.
📲Get App