🔥 TRENDING Intimate scene in film 'Verity' cut in... Maharashtra Makes Aadhaar Mandatory fo... Eight Pune school students drown durin... Maharashtra FDA shuts down 12 eateries... NTPC’s Q2 Power Generation Rises 13% t... Uttar Pradesh fraudster arrested for c...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા 'સર્વોદય વન'નું લોકાર્પણ: 77મા વન મહોત્સવની ઉજવણી

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 02 Oct 2026, 12:20 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના ઓડેદરા ખાતે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ નિમિત્તે 'સર્વોદય વન'નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ઓડેદરા ખાતે 'સર્વોદય વન'નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

14 હેક્ટર વિસ્તારમાં ₹20 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખથી વધુ રોપાઓ સાથે પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લામાં ₹113 કરોડના 14 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે PPP ધોરણે મેગા નર્સરી નિર્માણ માટે 7 કંપનીઓ સાથે MoU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્યે પ્લોટ, દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ અને વન ઉપજ ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીશ્રીએ વન મહોત્સવને પર્યાવરણ અને વિકાસને સાથે લઈને ચાલવાનો ગુજરાતનો સંકલ્પ ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણની એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી છે અને ગુજરાત પર્યાવરણના ભોગે નહીં, પરંતુ પર્યાવરણ જતન સાથે વિકાસ સાધ્યો છે. તેમણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાનો સંકલ્પ લેવા સૌને આહવાન કર્યું.
📲Get App