🔥 TRENDING India’s Factory Growth Hits 7‑Month Hi... India's Growth Momentum Remains Strong... India's Economy Expected to Grow 7.3%... Devotional Film 'Hanuman Ansh' Surpass... Paradise Hits Rs 154 Cr Worldwide on D... Ancy Sojan Misses Asian Games Gold by...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા તાલુકા કક્ષાનો 77મો વન મહોત્સવ યોજાયો

✍️ Reporter: Burhaan Sibhai 🗓 01 Oct 2026, 01:24 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા તાલુકાનો તાલુકા કક્ષાનો 77 મો વન મહોત્સવ આજરોજ સાઈબાબા હાઇસ્કુલ મેડજીના મુવાડા ખાતે યોજાયેલ હતો લુણાવાડા વિસ્તરણ રેંજના આરએફઓ શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકાપંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ ઉપસ્થિત રહેલા હતા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદસિંહ બારીયા તાલુકા પંચાયત સદસ્ય ચંદનસિંહ મેડજી ના મુવાડા પંચાયતના સરપંચ શ્રી સંદીપભાઈ પટેલ જય જલારામ કેળવણી મંડળના મંત્રી શ્રી રમણભાઈ પટેલ શાળાના આચાર્યશ્રી બુરહાન ભાઈ સિભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અગ્રણીઓ સામાજિક આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષો ની ઉપયોગીતા વૃક્ષોના જતન માટે કરવામાં આવતા પ્રયત્નો અને જંગલોની જંગલોની સુરક્ષા માટે આપણી સામાજિક અને નૈતિક જવાબદારી અંગે પ્રેરક ઉદબોદન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું અને વૃક્ષ રથને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું
📲Get App