🔥 TRENDING चारामा पत्नी को सूखे कुएं में धकेलने... Seva Jyoti sankalp Matra bandipora નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં હોર્સ રાઇડ... 18 Police Platoons Deployed in Bhubane... Andhra Pradesh CM Chandrababu Naidu St... Andhra CM Naidu to Meet PM Modi in Del...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા જિલ્લામાં ઉનાવા હુસેની ચોકમાં પ્રોહી જુગારની તપાસમાં 75,930 રૂપિયા જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 06:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ઉનાવા હુસેની ચોકમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિમાં 75,930 રૂપિયા અને મોબાઇલ નંબર 05, કિ.રૂ. 60,000/- જપ્ત કરીને આરોપીઓને ધરપકડ કરવામાં આવી..

મહેસાણાના-:
ઉનાવા હુસેની ચોક મીરાદાતારની દરગાહની સામે, પ્રોહી જુગારની પ્રવૃત્તિમાં 75,930 રૂપિયા, મોબાઇલ નંબર 05, કિ.રૂ. 60,000/- અને અન્ય સામગ્રી જપ્ત કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પ્રોહી જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખવાની સૂચના બાદ, પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાએ સતત પેટ્રોલિંગ કરી અને ઇસમો ઉપર નજર રાખી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી કાકરેચાએ સ્થળ પર રેડ કરવા સૂચના આપી..

અરોપીઓમાં કાજી આરીફઅલી મુસ્તાકઅલી ફરઝાનઅલી, કાજી કેફઅલી વાજીદઅલી ફરઝાનઅલી, કુરેશી મુસ્તાકઅહેમદ ફકીરમહમદ સૈદુમિયા, કુરેશી ઇમરાન ખાન ઉમરખાન સમરતખાન, શેખ જાવેદભાઇ ઇબ્રાઈમભાઈ મોજુમિયા, પઠાણ જાવેદખાન ઇબ્રાઈમખાન ઇસ્માઈલખાન અને ઠાકોર દિનેશજી હુસાજી વરવાજી વગેરેને ધરપકડ કરવામાં આવી.પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી કાકરેચા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી, કોન્સ્ટેબલ મનુજી ફતેસીંહ, કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી, કોન્સ્ટેબલ વિશ્વનાથસીંહ પ્રતાપસીંહ, કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઇ અને કોન્સ્ટેબલ જોરાજી કડવાજી સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. કેસ પ્રોહી જુગાર અધિનિયમની કલમ 12(અ) હેઠળ નોંધાયો છે અને ઉનાવા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો છે.
📲Get App