🔥 TRENDING સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત પાટણ... सुमेरपुर: बाबा गांव में तालाब पुनर्जीव... ਪ੍ਰੋਜੈਕਟ ਨੰਦਿਨੀ ਤਹਿਤ ਮਾਲੇਰਕੋਟਲਾ ਵਿੱਚ ਲ... વડીયાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિ... ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા કિસાન... मुंबई में आज एक ऐसी पार्टी का प्रदर्शन...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના સાલીયા ગામમાં 75 વર્ષીય વૃદ્ધાની રહસ્યમય મરણમાં હત્યાની શંકા
Crime

સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના સાલીયા ગામમાં 75 વર્ષીય વૃદ્ધાની રહસ્યમય મરણમાં હત્યાની શંકા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Sep 2026, 11:00 AM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાલીયા ગામમાં એકલાં રહેતી 75 વર્ષીય કોંકણીબેન રામભાઈ ચૌધરીની મૃત્યુમાં પ્રાણીઓના હુમલાની બદલે હત્યા અથવા અન્ય ગુનાહિત કથિતતા ઉભી થઈ છે.

માંડવી તાલુકાના સાલૈયા ગામના કોલીવાડ ફળિયામાં સીમ વિસ્તારના મકાનમાં એકલાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધા કોંકણીબેન રામભાઈ ચૌધરીના રહસ્યમય મોતના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે.

ગત મોડી સાંજે ખેતરમાંથી તેમનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધાની દહેશત ફેલાઈ હતી. જોકે, પોલીસ અને વન વિભાગની સંયુક્ત ગ્રાઉન્ડ તપાસમાં એવા સનસનાટીપૂર્ણ તથ્યો સામે આવ્યા છે, જેણે સમગ્ર કેસની તપાસની દિશા બદલી નાખી છે.

ઘટનાસ્થળે પહોંચેલા વન વિભાગના નિષ્ણાતોને સ્થળ પરથી દીપડા કે અન્ય કોઈ હિંસક વન્ય પ્રાણીના પગલાં મળ્યા નથી. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સામાન્ય રીતે દીપડા કે શિકારી પ્રાણીના હુમલામાં ગળાના ભાગે ઊંડા બચકાં, નહોરના ઘા કે ઢસડાયાના સ્પષ્ટ ચિહ્નો હોય છે, જે આ કેસમાં શરીર પર મળ્યા નથી. જેને કારણે આ ઘટના જંગલી પ્રાણીનો હુમલો નહીં, પરંતુ હત્યા કે અન્ય કોઈ અગમ્ય ગુનાહિત ષડયંત્ર હોવાની પ્રબળ શંકા

ફોરેન્સિક પીએમના રિપોર્ટની વાટ પ્રાથમિક તારણ | મૃતક વૃદ્ધાના શરીર પર શિકારી પ્રાણી દ્વારા કરાતા ઘા કે માંસ ફાડી ખાવાના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું પ્રાથમિક પીએમમાં સામે આવતાં સુરત સિવિલના ફોરેન્સિક એક્સપર્ટ્સની પેનલ તપાસ સોંપાઈ છે.

શંકાની સોય | એકલાં રહેતાં વૃદ્ધાના મકાનમાં કોઈ અંગત અદાવત, લૂંટ કે મિલકત વિવાદમાં હત્યા કરાઈ હોવાની શક્યતા નકારી શકાતી નથી
📲Get App