🔥 TRENDING सीवान में सरयू नदी का जलस्तर बढ़ा, तटी... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્ય... પોરબંદરમાં 77મા રાજ્યકક્ષાના વન મહોત્સ... गांधी के विचारों को आत्मसात कर स्वच्छ... "રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકા...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વઢવાણ પોલીસની સરહનીય કામગીરી: 75 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે કરાવ્યું મિલન
Defence

વઢવાણ પોલીસની સરહનીય કામગીરી: 75 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે કરાવ્યું મિલન

✍️ Reporter: Virendra bhai vyas 🗓 18 Aug 2026, 11:47 AM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લખતર તાલુકાના ઘણાદ ગામના રહેવાસી પરસોત્તમભાઈ ગોગજીભાઈ પટેલ ઉંમર વર્ષ 75 માનસિક બીમારીના કારણે સવારે ઘરેથી કોઈને ગયા વગર નીકળી ગયા હતા પરિવારજનો ચિંતાતુર બનીને શોધખોળ કરી રહ્યા હતા ત્યારે વઢવાણના ચરમાળીયા પોલીસ ચોકી નજીકથી વૃદ્ધ મળી આવ્યા હતા.

વઢવાણ પોલીસની સરહનીય કામગીરી અસ્થિર મગજના 75 વર્ષે વૃદ્ધ નું પરિવાર સાથે કરાવ્યું મિલન.
લખતર તાલુકાના ઘણાદ ગામના રહેવાસી પરસોત્તમભાઈ ગોગજીભાઈ પટેલ ઉંમર વર્ષ 75 માનસિક બીમારીના કારણે સવારે ઘરેથી કોઈને ગયા વગર નીકળી ગયા હતા પરિવારજનો ચિંતાતુર બનીને શોધખોળ કરી રહ્યા હતા ત્યારે વઢવાણના ચરમાળીયા પોલીસ ચોકી નજીકથી વૃદ્ધ મળી આવ્યા હતા.
112 પોલીસ સ્ટાફે તુરંત વૃદ્ધ ની સંભાળ લીધી હતી વૃદ્ધને પોતાનું નામ સરનામું યાદ ન હોવાથી પી.આઈ.એમ.એમ વાઢેર સાહેબના માર્ગદર્શન હેઠળ પીસીઆર 112 સ્ટાફ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વૃદ્ધની તસવીર દર્શાવી ઓળખ મેળવવાની સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પોલીસને સતત મહેનત બાદ જાણવા મળ્યું કે વૃદ્ધના જમાઈ ગણેશભાઈ પટેલ વઢવાણના 80 ફુટ રોડ પર રહે છે પોલીસે તુરંત તેમનો સંપર્ક કરી વૃદ્ધને સલામત રીતે પરિવારને સોપ્યા હતા વઢવાણ પોલીસ મથકે વૃદ્ધ અને પરિવારના પુનઃમિલન ટાણે અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરિવાર ની મુશ્કેલીના સમયે દેવદૂત બનીને મદદ કરનાર પીઆઈ.એમ.એમ.વાઢેર સાહેબ તેમજ પીસીઆર 112 સ્ટાફના ગોપાલભાઈ સિંધવ ચંદ્રકાંતભાઈ વાઘેલા અને આકાશભાઈ પટેલનો હૃદય પૂર્વક આભાર માન્યો પોલીસની આ માનવતાવાદી અને ઝડપી કામગીરીને સલામ.
📲Get App