🔥 ट्रेंडिंग જામજોધપુર સીદસર ઉમિયાધામ आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... जामुई में उत्पीड़न मामले पर जेडी(यू) र... बीएसएफ ने नगर कीर्तन को रोका, ज़ीरो ला... दिल्ली सरकार ने बुरारी की सड़कों और ना... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मनोरंजन

એકતાનગરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત

✍️ रिपोर्टर: Mukesh Giri 🗓 21 सित. 2026, 08:35 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અહીં યોજાતા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

રાજપીપળા, સોમવાર: ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગમન થયું હતું. રાષ્ટ્રપતિશ્રીના આગમન પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, SSNNL ના MD શ્રી મુકેશ પુરી, જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા ફિલ્મકારો અને કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

એકતાનગર ખાતે પ્રથમ વાર યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ સમારોહના સાક્ષી બનવા માટે દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો તથા આમંત્રિત મહેમાનોનું આગમન થઈ રહ્યું છે.
📲Get App