🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर को Rs 1,210 करोड़ बकाया क... CM मोहन यादव ने इंदौर में हिंदू इकोनॉम... नेहा परांजपे ने ओटीटी पर ‘हनुमान अंश’... શામળાજીમાં ભાદરવી પૂર્ણિમાએ એક લાખથી વ... પ્રોડીબીશન (વિદેશી દારૂ) તથા દેશી દારૂ... വിദ്യാർത്ഥികളെ കാണാതായി
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં 71,938 ગણેશ પ્રતિમાઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન સંપન્ન

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 26 सित. 2026, 09:48 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી માટે તાપી નદી અને કુદરતી જળાશયોમાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મૂકી 21 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેમાં કુલ 71,938 મૂર્તિઓનું સફળતાપૂર્વક વિસર્જન થયું.

સુરત મહાનગરમાં ગણેશોત્સવ નિમિત્તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તથા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ પર્યાવરણની જાળવણી સાથે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તાપી નદી તેમજ કુદરતી જળાશયોમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શહેરના તમામ 8 ઝોન વિસ્તારમાં કુલ 21 કૃત્રિમ તળાવોની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ હતી.

શહેરમાં કુલ 71,938 શ્રી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન પાલિકાના અહેવાલ મુજબ, તા. 25 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં વિવિધ કૃત્રિમ તળાવો ખાતે હજારો ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી. આ સમયગાળા દરમિયાન વિવિધ ઝોનમાં સમાવિષ્ટ કૃત્રિમ તળાવો તથા મગદલ્લા, ડુમ્મસ અને હજીરા ઓવારા ખાતે મળીને કુલ 62,519 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન નોંધાયું હતું.

અગાઉ ગૌરી ગણેશ વિસર્જન તા. 14 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન વિસર્જિત થયેલી 9,419 મૂર્તિઓ સહિત તા. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ 71,938 શ્રી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન થયું છે. કૃત્રિમ તળાવોમાંથી એકત્રિત થયેલી મૂર્તિઓને હજીરા સ્થિત AM/NS જેટી ખાતે આદરપૂર્વક અંતિમ વિસર્જન માટે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
📲Get App