🔥 TRENDING Dehradun Bus Search Spikes on The Trib... Kanak News Airs 5:30 PM Live Bulletin... Delhi Police Arrest Life Convict in 26... CBI Arrests Eastern Railway Officer in... Gujarat Police Raid Journalist Ravi Na... Ellyse Perry Commends Smriti Mandhana...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદમાં દરોડા દરમિયાન 71 પેટી દારૂ જપ્ત, 6 આરોપીઓ ફરાર

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 18 Aug 2026, 09:14 AM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો, જેમાં 71 પેટી ભારતીય દારૂ અને બીયર જપ્ત કરવામાં આવી.

અમદાવાદ શહેરના નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અમી એન્ટરપ્રાઈઝ સામેની અવાવરૂ જાહેર જગ્યામાંથી ભારતીય બનાવટના દારૂ અને બીયરના આશરે 71 પેટી અને 2,628 બોટલ મળી આવી હતી. આ દારૂની કુલ કિંમત રૂ. 10,97,292/- છે.

અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂ. 32,57,292/- થાય છે. દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા, જેના કારણે નરોડા પોલીસ સ્ટેશનમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ફરાર થયેલા 6 આરોપીઓમાં મો. હારૂન જબ્બરભાઈ શેખ અને મુકેશ ઉર્ફે મુકો શુટર રમેશજી વાઘેલા સામેલ છે, તેમજ સ્થળ પરથી નાસી ગયેલા અન્ય 4 આરોપીઓ પણ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
📲Get App