🔥 ट्रेंडिंग ୧୮ଟି ଏମ୍‌ଓୟୁ ସ୍ୱାକ୍ଷରିତ; ସ୍ୱଚ୍ଛ ଶକ୍ତିର... રાજુલા-જાફરાબાદ હાઈવે ફોરલેન પ્રોજેક્ટ... BJP ସରକାରଙ୍କ ଜନଶୁଣାଣି: ଫାଇଲ ତଳେ ଚାପି ହ... ਕਿਸਾਨਾਂ ਲਈ ਵੱਡੀ ਖ਼ੁਸ਼ਖ਼ਬਰੀ : ਪੋਰਟਲ 'ਚ... રાજુલામાં 7 વર્ષની બાળકીના અપહરણ કેસમા... પોરબંદરના એન્થોની જોશેફની અનોખી કારીગર...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોરબંદરના એન્થોની જોશેફની અનોખી કારીગરી! વાંસ અને લાકડામાંથી બનાવે છે આકર્ષક કલાકૃતિઓ, 70 લોકોને આપે છે રોજગાર

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 04 नव. 2026, 12:51 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026માં ગુજરાતની પરંપરાગત હસ્તકલાની આગવી ઝલક જોવા મળી રહી છે. આ પર્વમાં પોરબંદરના કારીગર એન્થોની જોશેફ પોતાની વાંસકામ અને લાકડાનાં રમકડાં બનાવવાની અનોખી કળા દ્વારા સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.

વાંસના નાના ટુકડામાંથી સુંદર શોપીસ બનાવવાની હોય કે લાકડામાંથી આકર્ષક રમકડાં તૈયાર કરવાની હોય, એન્થોની જોશેફની કારીગરી ખરેખર જોવા જેવી છે. ખાસ વાત એ છે કે આ કળા તેમને વારસામાં મળી છે. તેમણે પોતાના પિતા પાસેથી આ હુનર શીખ્યું હતું અને વર્ષ 1998થી તેઓ આ ક્ષેત્રમાં કાર્યરત છે.

એન્થોની જોશેફની આ સફર માત્ર હસ્તકલા પૂરતી સીમિત નથી. તેમની કારીગરી આજે અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ બની છે. વર્ષ 2003માં ક્લસ્ટર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી શરૂ થયેલી આ કામગીરી આજે વિસ્તરી છે અને આશરે 70 લોકોને રોજગારી સાથે જોડી રહી છે.

શરૂઆતમાં તેઓ મુખ્યત્વે વાંસની વસ્તુઓ બનાવતા હતા, પરંતુ વર્ષ 2010 બાદ મશીનરીની મદદથી લાકડાનાં રમકડાં અને અન્ય કલાકૃતિઓ બનાવવાનું પણ શરૂ કર્યું. આજે તેમની બનાવટોની ગુજરાતનાં વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ સારી માંગ છે.

એન્થોની જોશેફની કારીગરીને નવી દિશા આપવામાં વિદેશપ્રવાસનો પણ મોટો ફાળો રહ્યો છે. વર્ષ 2000માં તેઓ જર્મનીના પ્રેરણાપ્રવાસે ગયા હતા, જ્યારે વર્ષ 2003માં ઈન્ડેક્ષ-સીના માધ્યમથી મોસ્કોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસોમાં તેમણે કારીગરીની નવી પદ્ધતિઓ શીખી અને પોતાના કામમાં તેનો ઉપયોગ કર્યો.

ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન આપવા ઈન્ડેક્ષ-સી અને ગુજરાત ટૂરિઝમ દ્વારા વિવિધ મેળાઓ અને પ્રદર્શનોમાં તક આપવામાં આવે છે. આ જ પ્રયાસોના ભાગરૂપે એન્થોની જોશેફને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026માં પોતાની કલાકૃતિઓ રજૂ કરવાની તક મળી છે.

‘શક્તિ ઓફ ભારત’ની થીમ હેઠળ યોજાયેલા આ પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, હસ્તકલા અને પરંપરાઓ એક જ મંચ પર જોવા મળી રહી છે.

એન્થોની જોશેફની આ સફર આપણને એક સુંદર સંદેશ આપે છે કે જો પરંપરાગત કળાને યોગ્ય માર્ગદર્શન, બજાર અને પ્રોત્સાહન મળે તો તે માત્ર સંસ્કૃતિનો વારસો જ નહીં, પરંતુ અનેક પરિવારોની આજીવિકાનું મજબૂત સાધન પણ બની શકે છે.

વાંસ અને લાકડામાંથી કલાકૃતિઓ સર્જીને પોરબંદરની ઓળખ દેશભરમાં પહોંચાડતા એન્થોની જોશેફ ખરેખર સ્થાનિક કારીગરી અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.
📲Get App