🔥 TRENDING अतिरिक्त सचिव अजय शर्मा ने लिधौरा ताल... कटनी में सेवा ज्योति कलश यात्रा के दौर... निम्हा के महावीर पारा आंगनवाड़ी केंद्र... प्रधानमंत्री नरेंद्र मोदी ने ग्वालियर... डबरी नगर पालिका के पार्षदों का विवाद स... Kriti Sanon Calls Raksha Bandhan Ad Co...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે મેગા નાઇટ કોમ્બિંગ કર્યું, 70 અસામાજિક તત્વો સહિત શકમંદોનું ચેકિંગ
Crime

અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે મેગા નાઇટ કોમ્બિંગ કર્યું, 70 અસામાજિક તત્વો સહિત શકમંદોનું ચેકિંગ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Sep 2026, 08:20 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસીપી સહિતના 120થી વધુ પોલીસકર્મીઓ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં મેગા નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હિસ્ટ્રીશીટરો, બુટલેગરો અને નાર્કોટિક્સ સાથે સંકળાયેલા આરોપીઓ સહિત ઘણા શકમંદોની તપાસ કરવામાં આવી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા મેગા નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં ડીસીપી સહિતના 120થી વધુ પોલીસકર્મીઓએ હિસ્ટ્રીશીટરો અને બુટલેગરો સહિત શકમંદોનું ચેકિંગ કર્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વો, પ્રોહિબિશન/જુગાર અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા 70 અસામાજિક તત્વો, 25 લિસ્ટેડ બુટલેગરો, 2 જુગારના આરોપીઓ અને 62 MCR તથા 30 હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 10 આરોપી તેમજ 7 વોન્ટેડ આરોપીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે 8 તડીપાર આરોપીની ચકાસણી કરવામાં આવી હતી.

વાહન ચેકિંગ દરમિયાન 92 વાહનો તપાસવામાં આવ્યા હતા અને MV એક્ટ મુજબ 2 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ સિવાય દારૂબંધીના 2 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
📲Get App