🔥 TRENDING यूपी में स्टार्टअप्स को मिल रहा बढ़ावा... Team India star Rinku Singh to marry C... मुख्यमंत्री योगी आदित्यनाथ ने मथुरा की... “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ... कल चंद्रशेखर लखनऊ में आकर इको गार्डन म... West Bengal Transfers Muslim IPS Offic...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

કચ્છના માંડવીમાં 7 ઇંચ વરસાદ, રાજ્યમાં 84.74% વરસાદ નોંધાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 16 Sep 2026, 09:24 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં 7 ઇંચ વરસાદ સાથે 110 તાલુકાઓમાં વરસાદ પડ્યો, રાજ્યમાં કુલ 84.74 ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છના માંડવીમાં 7 ઇંચ (≈17.78 સે.મી.) ખાબક્યો છે. સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી પડેલા અનરાધાર વરસાદને કારણે શેરીઓમાં જોરદાર પાણી વહેતા જોવા મળ્યા.

કચ્છના અન્ય તાલુકાઓમાં અબડાસામાં 2.13 ઇંચ, મુન્દ્રામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં 1 મિમીથી 1 ઇંચ સુધીનું વરસાદ પડ્યું છે.

આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, આણંદ અને મહેસાણાના છુટાછવાયા વિસ્તારોમાં 5 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 84.74 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે 15 ટકા જેટલી ઘટ છે. સૌથી વધુ 42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હાલની સ્થિતિ દુષ્કાળ જેવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે.
📲Get App