🔥 TRENDING હિંમતનગરમાં 'રાખી મેળા-2026'નો પ્રારંભ... 66 वर्षीय महिला के मौत का आरोपी गिरफ्त... અમદાવાદમાં સાયબર સુરક્ષા માટે 'Kanaad... ધારી-અમરેલી રોડ પર માળીલા ફાટક પાસે કા... વીરપુરના મેવાસા સેજા ખાતે આંગણવાડી વર્... નેશનલ હાઈવે-48 પર રિપેરિંગ કામને લીધે...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૃંદાવન બાગના રાજેન્દ્ર દાસ બાપુના નેતૃત્વમાં ઉજ્જૈન મહાકાલ નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્ન*

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 20 Aug 2026, 01:52 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉજ્જૈન મહાકાલી નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્ન

*રાજુલા તાલુકાના વૃંદાવન બાગના રાજેન્દ્ર દાસ બાપુના નેતૃત્વમાં ઉજ્જૈન મહાકાલ નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્ન*

_વિષય:_ ઉજ્જૈન મહાકાલી નગરીમાં 7 દિવસીય ભાગવત ભંડારા અને માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવ સંપન્ન

_ રાજુલા તા. 19 ઓગસ્ટ 2026:_
સનાતન હિન્દુ ધર્મની પુણ્યભૂમિ અને ભગવાન મહાકાલની નગરી _ઉજ્જૈન_માં શ્રાવણ માસના પાવન પર્વે 7 દિવસીય ભવ્ય ભાગવત ભંડારા તથા માટીના શિવલિંગ નિર્માણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોક્ષદાયિની ક્ષિપ્રા નદીના કિનારે વસેલી અને બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતી _ઉજ્જૈન મહાકાલી નગરી_નું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અપરંપાર છે. અહીં યોજાતા દરેક ધાર્મિક અનુષ્ઠાનને વિશેષ મહત્વ અપાય છે. આ પાવન પ્રસંગે _જગતગુરુ માધવ આચાર્યજી મહારાજ, યોગ સમ્રાટ_ના આશીર્વાદ અને _ડાકોર-મુંબઈના સંતોની દેખરેખ_ હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો.

આ મહોત્સવમાં દેશભરમાંથી પધારેલા સંતો દ્વારા સાધુ-સંતો અને હજારો ભક્તો માટે સત 7 દિવસ સુધી ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે ભક્તો દ્વારા માટીના શિવલિંગ બનાવીને પૂજા-અર્ચના કરવામાં આવી, જે સનાતન સંસ્કૃતિનું પ્રતિક છે.

_પ્રમુખ સંતોની ઉપસ્થિતિ:_
આ પ્રસંગે _મહામંડલેશ્વર ગરીબરામ બાપુ_ - નાની ખોડીયાર, ભાવનગર, _મહામંડલેશ્વર રાધે બાવા_, _મહામંડલેશ્વર શ્રીકૃષ્ણદાસજી મહારાજ_, _મહામંડલેશ્વર શ્રી હરિઓમદાસજી મહારાજ_ - બાસવાડા, રાજસ્થાન, _મહારાજશ્રી રામકિશોરદાસજી મહારાજ_ તથા _જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ_ સહિત રામાનંદ સંપ્રદાયના હજારો સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા. અમરેલી, મહુવાના મોગલેશ્વર અને વૃંદાવન આશ્રમના સંતોએ પણ હાજરી આપી.

_રાજેન્દ્ર દાસ બાપુનું નિવેદન:_
આ સમગ્ર આયોજનના મુખ્ય સંકલ્પક રાજેન્દ્ર દાસ બાપુ, નિર્મહી અખાડાના અધ્યક્ષ વૃંદાવન બાગના મહંત રામપરા એ જણાવ્યું કે,
"મહાકાલની નગરી ઉજ્જૈનમાં શ્રાવણ માસમાં થયેલો આ ભંડારા અને શિવલિંગ નિર્માણ એ સનાતન હિન્દુ સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે. મહાકાલની કૃપાથી હજારો ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી અને ભક્તિભાવથી શિવલિંગ પૂજન કર્યું. અમારો ઉદ્દેશ્ય સાધુ-સંતોના સાનિધ્યમાં સમાજમાં ધર્મ અને સેવાનો સંદેશ ફેલાવવાનો છે. ઉજ્જૈન જેવી પવિત્ર નગરીમાં આ સેવા કરવાનો લહાવો મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે."

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ સેવા અને વ્યવસ્થા બદલ ભક્તોએ આયોજકોની ભરપૂર પ્રશંસા કરી હતી.

---
📲Get App