🔥 TRENDING बहराइच में ₹25,000 के इनामी गैंगस्टर म... Bihar CM Samrat Choudhary orders quick... 14-Year-Old Construction Worker Electr... Gurugram Man Beaten to Death; CCTV Sho... Rajasthan Police Warns of New WhatsApp... Rehan Wadra Photo Exhibition at Bikane...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સોશિયલ મીડિયા ટ્રેકિંગથી પાલ પોલીસે અમદાવાદથી ઝડપાવ્યા 7 મહિનાથી નાસતા ફરતા છેતરપિંડીના આરોપીને

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 05:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 7 મહિનાથી નાસતા ફરતા આરોપી અકીલ અબ્દુલ કુરેશીને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને જીમેઇલના ટેકનિકલ એનાલિસિસના આધારે આ ઝડપમાં પોલીસને સફળતા મળી હતી.

પાલ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતા ફરતા આરોપી અકીલ અબ્દુલ કુરેશીને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ્સની મદદથી આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

આરોપી ધરપકડથી બચવા સતત ઠેકાણાં બદલતો હતો અને પરિવાર સાથે પણ સંપર્ક રાખતો નહોતો. તેનો કોઈ સક્રિય નંબર ઉપલબ્ધ ન હોવાથી પાલ પોલીસે તેના ઇન્સ્ટાગ્રામ તથા જીમેઇલ આઇડીના આઇ.પી. એડ્રેસનું એનાલિસિસ કર્યું હતું. ટેકનિકલ તપાસ દરમિયાન આરોપીના બે સક્રિય મોબાઇલ નંબર સામે આવ્યા હતા.

આ બંને નંબરોના સીડીઆર અને લાઇવ લોકેશન ટ્રેકિંગના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને અમદાવાદ બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
📲Get App