🔥 TRENDING मेहंदवास ग्राम पंचायत चुनाव: प्रत्याशि... गोमती मोड़ पर तेज रफ्तार वाहनों पर यात... घायल गौ माता का कराया उपचार, गौसेवा के... નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચ... प्रधानमंत्री पद के लिए नरेंद्र मोदी को... वाराणसी में पुलिस ने 10 किलोग्राम प्रत...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લામાં દેશી દારૂ અને નશામાં ધૂત 7 લોકો ઝડપાયા
Crime

અમરેલી જિલ્લામાં દેશી દારૂ અને નશામાં ધૂત 7 લોકો ઝડપાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 15 Oct 2026, 10:38 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં પોલીસે દેશી દારૂના જથ્થા સાથે 7 નબીરાઓને ઝડપી પાડ્યા છે. જાફરાબાદ, બલાણા અને રાજુલા સહિતના વિસ્તારોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, જિલ્લામાં કુલ 4 અલગ-અલગ સ્થળોએથી 10 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં જાફરાબાદમાંથી 1 લીટર, બલાણા ગામમાંથી 2 લીટર, રાજુલામાંથી 3 લીટર તથા જાફરાબાદ મીઠીવાવ પાસેથી 4 લીટર દેશી દારૂનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ 7 જેટલા લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીને જાહેરમાં ફરતા ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, અમરેલી શહેરમાંથી એક યુવક નશાની હાલતમાં વાહન ચલાવતો ઝડપાયો હતો, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નશાખોરોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં દારૂની હેરાફેરી અને નશાખોરી સામે પોલીસની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.
📲Get App