🔥 TRENDING শিলিগুড়ি:-- ‌বিভিন্ন দাবিতে ১২ জুলাই... न्यूजीलैंड दौरे के लिए टीम इंडिया का ए... ધાંગધ્રા તાલુકાના માલવણ કન્યા-કુમાર પ્... રાજકોટમાં દારૂના ધંધા પર કુવાડવા રોડ પ... फिरोजाबाद में पति ने रिवॉल्वर से पत्नी... புதுச்சேரியில் இளைஞர் காங்கிரஸ் நூறு ப...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણાના ઉનાવામાં મીરાં દાતાર દરગાહ પાસે વરલી મટકા રમાડતા 7 ઈસમો ઝડપાયા, પંચોતેર હજાર નવસો તીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Hanifbhai Mahammadbhai Jadav 🗓 07 Oct 2026, 09:56 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ઉનાવામાં LCB પોલીસે મીરાં દાતાર દરગાહ પાસે જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર રમાડતા 7 આરોપીઓને ઝડપ્યા છે. ઝડપાયા છે અને રૂ.પંચોતેર હજાર નવસો તીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકેબંધી અને કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી (IPS) દ્વારા આપેલી સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાને મોટી સફળતા મળી છે. LCB પોલીસ ઈન્સ્પેક્ટર A.M. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે, ઉનાવા હુસેની ચોક, મીરાં દાતારની દરગાહ સામે કેટલાંક ઈસમો જાહેર સ્થળે આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમી અને રમાડી રહ્યા છે.

બાતમીના આધારે PSI A.D. કાંકરેચા તથા LCB સ્ટાફની ટીમે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી રમાડતા કુલ 7 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાજી આરીફઅલી મુસ્તાકઅલી (24), કાજી કેફઅલી વાજીદઅલી (19), કુરેશી મુસ્તાકઅહેમદ ફકીરમહંમદ (47), કુરેશી ઈમરાન ખાન ઉમરખાન (45), શેખ જાવેદભાઈ ઈબ્રાહિમભાઈ (50), પઠાણ જાવેદખાન ઈબ્રાહિમખાન (56) અને ઠાકોર દિનેશજી હુસાજી (58) સહિતના ઉનાવા રહેવાસીઓનો સમાવેશ થાય છે.

ઝડપાયા બાદ પોલીસે રૂ. 15,930ની રોકડ રકમ, 5 મોબાઈલ ફોન (કિંમત રૂ. 60,000), બોલપેન, 3 ડાયરીઓ તથા છાબડી સહિતનો કુલ રૂ. 75,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઉનાવા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં PI A.M. કામળીયા, PSI A.D. કાંકરેચા, ASI પિયુષકુમાર, HC કિરણજી, PC મનુજી, PC રાજેશજી, PC વિશ્વનાથસિંહ, PC વિજયકુમાર તથા PC જોરાજી સહિતના LCB સ્ટાફના સભ્યો જોડાયા હતા.
📲Get App