🔥 TRENDING लखनपुर ग्राम पंचायत में वित्तीय अनियमि... सड़क पर मिट्टी का जमाव: यातायात बाधित,... 17 वर्षीय कुमकुम महला ने तीरंदाजी में... Arunachal CM Denies Siang Project as D... Jammu & Kashmir Completes 100% Digitis... Daily Excelsior Publishes Article on M...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણા નજીક લૂંટના ગુનામાં 7 આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:34 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણાના બગુમરા ગામ પાસે થયેલી ચપ્પુબતાવી મોબાઈલ અને રોકડની લૂંટના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કરાયો છે.

પલસાણાના બગુમરા ગામ પાસે એક વ્યક્તિને ચપ્પુ બતાવીને તેનો મોબાઈલ અને 1500 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ દરમિયાન, પ્રતિકાર કરતા એક વ્યક્તિને પગમાં ચપ્પુના ઘા મારી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પલસાણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

પોલીસની સતર્કતા અને સઘન તપાસના પગલે, પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં આ લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુરત ગ્રામ્ય LCB અને પલસાણા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને દસ્તાન ગામના મુખ્ય આરોપી આકાશ ભીમરાવ બહારે સહિત કુલ 7 આરોપીઓને દસ્તાનથી જોળવા જતી નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટાયેલો મોબાઈલ, રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલું ચપ્પુ પણ પોલીસે કબજે કર્યું છે. પોલીસે કુલ 27,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે પોલીસની સક્રિયતા જોવા મળી છે.
📲Get App