🔥 TRENDING War બોટાદ LCBએ ઇનોવા કારમાંથી 796 બોટલ વિદ... સેગવી ચા વિઘ્નહર્તા ગણપતિ બાપાની ભવ્ય... यह मंदिर आसपास के सभी गांव में प्रसिद्... મહાદેવ ગ્રુપ દ્વારા જાફરાબાદમાં 151 બો... ભાદરવી દશમમાં રામદેવપીર મહારાજના વરઘોડ...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાલમપુર ગામે મહિલાને માર માર્યાની 7 સામે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Sep 2026, 09:54 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના જાલમપુરા ગામે સરકારી ડેરી ખાતે દૂધ ભરાવવા જતી-આવતી મહિલાને રસ્તામાં રોકી તેની સાથે ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ નળ સરોવર પોલીસ મથકે નોંધાઈ છે.ફરિયાદ મુજબ, આરોપીઓએ મહિલાનો હાથ પકડીને, અમારા ઘરનું દબાણ દૂર કરાવવામાં તારો અને તારા પતિનો હાથ છે તેમ કહી મહિલાના વાળ પકડી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.તમામ રહે. જાલમપુરા, વિરમગામ, વિરુદ્ધ નળ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નળ સરોવર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App