🔥 TRENDING 97.2% of Ration Cardholders in Vellore... വെട്ടിക്കോട് ആയില്യം മഹോത്സവം: സുരക്ഷയ... एसटीच्या आवडेल तेथे कोठेही प्रवास पास... दिल्ली में एक्स-रे मशीन की खराबी से स्... स्थानीय युवक द्वारा अवैध रूप से शराब ब... ઘોઘંબા: બારીઆ ફળી ગ્રામ પંચાયત માં ગાં...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ઓલપાડમાં અમીષ પટેલના શંકાસ્પદ મોતમાં 7 આરોપીઓ પર હત્યાની કાર્યવાહી
Crime

સુરતના ઓલપાડમાં અમીષ પટેલના શંકાસ્પદ મોતમાં 7 આરોપીઓ પર હત્યાની કાર્યવાહી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 20 Sep 2026, 08:40 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઓલપાડમાં અમીષ પટેલના શંકાસ્પદ મોતના કેસમાં 8 દિવસ પછી 7 આરોપીઓ સામે હત્યાની કાર્યવાહી શરૂ થઈ છે.

8 દિવસ પછી કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. શરૂઆતમાં પોલીસએ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ કોળી સમાજ દ્વારા અમીષ પટેલની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઓલપાડ પોલીસ મથક ખાતે હોબાળો થયો હતો. ત્યારબાદ સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાએ કેસની ઊંડાણપૂર્વકની તપાસ સુરત જિલ્લા SOG ને સોંપી હતી.

હવે પોલીસે 7 આરોપીઓ સામે સઅપરાધ મનુષ્યવધની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

દીહેણ ગામ પાસે કાર રોકી હુમલો કર્યાનો આક્ષેપ મળતી માહિતી મુજબ, ગણેશ આગમન દરમિયાન ઓલપાડના દીહેણ ગામ પાસે અમીષ પટેલની કારને સામાન્ય અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની કાર રોકીને તોડફોડ કરી હતી અને હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોથી બચવા માટે અમીષ પટેલે કાર ભગાવી હતી. ત્યારબાદ હુમલાખોરોએ બે વાહનોમાં તેમનો પીછો કર્યો હતો.
📲Get App