🔥 TRENDING J&K Finance Department Moves PROOF App... मनोहर सिंह भाटी ने बताया ದೇವದುರ್ಗ: ಕೆ.ಇರಬಗೇರಾ, ಕೂತ್ತದೊಡ್ಡಿಯಲ್ಲಿ... अलवर में नगर निगम की कार्रवाई से मिट्ट... Indian Army Organises Medical Camp at... ઉકાઈ તાલુકામાં વિકાસકાર્યોને નવી દિશા...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

જૂનાગઢમાં કોંગ્રેસનું અલ્ટીમેટમ: 6‑7 તારીખ સુધીમાં મજેવડી ગેટ રોડ ખોલવાની બાંહેધરી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 04 Nov 2026, 05:45 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોંગ્રેસના નેતા અને કાર્યકરો મજેવડી ગેટ રોડ ખોલવા માટે સ્થળે પહોંચ્યા, તંત્રની હસ્તક્ષેપ પછી 6‑7 તારીખ સુધીમાં રોડ સત્તાવાર રીતે ખુલ્લો કરવાની બાંહેધરી મળી.

જૂનાગઢ (મજેવડી ગેટ રોડ, હીરો શો રૂમ પાસે) ખાતે આજે સવારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને કાર્યકરો અલ્ટીમેટમ મુજબ રસ્તો ખોલવાની શરૂઆત કરી.

રસ્તો ખોલતા જ તંત્રની ટીમ, મનપાના નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેર વિવેક પંડ્યા અને પોલીસ કાફલો, સ્થળ પર દોડી આવી. લાંબી ચર્ચા બાદ તંત્રએ જણાવ્યુ કે કેટલીક કામગીરી બાકી છે અને 06 અથવા 07 તારીખ સુધીમાં રોડ સત્તાવાર રીતે ખુલ્લો કરવાની લેખિત/મૌખિક બાંહેધરી આપી.

કોંગ્રેસે શાસક પક્ષ પર આ રોડનું 'રીબીન કાપવાનું' જાણીને જ જાણબુઝીને બંધ રાખવામાં આવ્યું છે એવું આક્ષેપ કર્યું. નક્કી કરેલી તારીખ સુધીમાં રોડ ન ખુલ્લો થયો તો કોંગ્રેસ ફરીથી JCB મશીન લઈને જાતે જ રસ્તો ખોલવા તૈયાર છે એવી સ્પષ્ટ ચેતવણી આપી.

હાલમાં તંત્ર દ્વારા સ્થળ પર ફરીથી રોડ બંધ કરી બાકી રહેલી કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે.
📲Get App