🔥 ट्रेंडिंग માતાના મઢ પદયાત્રા માર્ગ પર ૨૫ ટીમો દ્... ऑगस्ट क्रांति मैदान विरोध पर इमरान खान... अरुणाचल प्रदेश की संस्कृति व जैव विविध... निधोली कला में रामलीला महोत्सव का तीसर... अरुणाचल प्रदेश कैबिनेट ने तकनीकी शिक्ष... रोहित शर्मा की पाँच विकेट की बॉलिंग ने...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
नौकरी

સુરત મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન: 66.07% હાજરી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 अक्टू. 2026, 09:39 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની લેખિત પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. રાજ્યભરમાં સરેરાશ 66.07 ટકા હાજરી નોંધાઈ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની લેખિત પરીક્ષા 11 ઓક્ટોબરે સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. રાજ્યભરમાંથી નોંધાયેલા કુલ 1,14,970 ઉમેદવારો પૈકી 75,963 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 39,007 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ સમગ્ર રાજ્યમાં સરેરાશ 66.07 ટકા હાજરી નોંધાઈ હતી.

સુરતમાં 54 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં કુલ નોંધાયેલા 76,138 ઉમેદવારોમાંથી 54,817 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 21,321 ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ કેન્દ્ર ખાતે 29,563માંથી 16,132 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 13,431 ગેરહાજર રહ્યા હતા. રાજકોટ કેન્દ્ર પર 9,269માંથી 5,014 ઉમેદવારો હાજર અને 4,255 ગેરહાજર નોંધાયા હતા. ત્રણેય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ ઉમેદવારોની ભારે ચહલપહલ જોવા મળી હતી.

પ્રશ્નપત્રની વાત કરીએ તો, તે સરેરાશ મધ્યમથી થોડું લેન્ધી રહ્યું હતું. ખાસ કરીને સુરત મનપાની ભરતી હોવાથી પ્રશ્નપત્રમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949ને લગતા પ્રશ્નો વિશેષ પૂછાયા હતા. જેમાં પાલિકાની કલમ 457 હેઠળ નિયમો બનાવવાની સત્તા, કલમ 74 મુજબ કરારોના અમલ, કલમ 92(1) હેઠળ મ્યુનિસિપલ ફંડના રોકાણ, કલમ 399 મુજબ સામાન્ય દંડની જોગવાઈઓ તેમજ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ હેઠળ સત્તાધિકારીઓની નિમણૂક જેવા કાયદાકીય પ્રશ્નોનો સમાવેશ થતો હતો.
📲Get App