🔥 ट्रेंडिंग झारखंड कांग्रेस ने मुख्य निर्वाचन आयुक... असम के नेमरी वाइल्ड क्लासरूम में छात्र... असम BJP महिला मोर्चा ने कांग्रेस के खि... शुबमन गिल पंजाब के रणजी ट्रॉफी सीजन ओप... पंजाब में बीएसएफ जवान ने पत्नी को चाकू... ખાંભા તાલુકાના મુંજીયાસર, જૂના માલકનેશ...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજમાં બનનારા વિશાળ આરોગ્ય સંકુલ માટે 66 KV સબસ્ટેશન સ્થાપવાની કામગીરીનું આયોજન
स्थानीय

કામરેજમાં બનનારા વિશાળ આરોગ્ય સંકુલ માટે 66 KV સબસ્ટેશન સ્થાપવાની કામગીરીનું આયોજન

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 10 अक्टू. 2026, 08:24 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં નિર્માણ પામનારા 1,500 બેડની જનરલ અને 500થી વધુ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોના વિશાળ આરોગ્ય સંકુલને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 66 KV સબસ્ટેશન સ્થાપવાની કામગીરીના આયોજન સંદર્ભે GETCO અને PIUના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં નિર્માણ પામનારા વિશાળ આરોગ્ય સંકુલને અદ્યતન અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 66 KV સબસ્ટેશન સ્થાપવાની કામગીરીના આયોજન સંદર્ભે GETCOના કાર્યપાલક ઇજનેર શ્રી પી.એન. પટેલ તથા PIUના અધિકારીશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સબસ્ટેશન સ્થાપવાની કામગીરી માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વિશાળ આરોગ્ય સંકુલમાં 1,500 બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ, 500થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 500થી વધુ બેડની યુરોલોજી એન્ડ નેફ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા 500થી વધુ બેડની કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતની આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે. અદ્યતન સારવાર, મેડિકલ શિક્ષણ, સંશોધન, ઇમરજન્સી સેવાઓ અને મેડિકલ ટુરિઝમ માટે નવી તકો ઊભી કરવાની સાથે સુરતને દેશના મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
📲Get App