🔥 TRENDING સુરતમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામ... Mehboob mufti chairs key meeting of pd... চুল টেনে লাল কার্ড দেখলেন ভিনিসিয়াস জ... महाराजपुर में सरयू नदी के बढ़ते कटान प... जापान की पूर्व प्रथम महिला अकी आबे ने... जांजगीर-चांपा में पहली बार 3D शो का आय...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓની બેદરકારી સામે ગંભીર સવાલો સેફ્ટી સાધનો હોવા છતાં ઉપયોગ કરતા નથી, જીવના જોખમે કામગીરી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 12 Oct 2026, 07:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓની બેદરકારી સામે ગંભીર સવાલો
સેફ્ટી સાધનો હોવા છતાં ઉપયોગ કરતા નથી, જીવના જોખમે કામગીરી
સાંતલપુર ખાતે આવેલ 66 કેવી સબસ્ટેશન ખાતે વીજ કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સબસ્ટેશનમાં સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, હેન્ડ ગ્લોવ્સ, અર્થિંગ ચેઇન સહિતના તમામ સેફ્ટી સાધનો ઉપલબ્ધ હોવા છતાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈપણ જાતની સેફ્ટી વગર સીધા લાઈવ વીજ થાંભલા અને લાઈન ઉપર ચડીને કામ કરવામાં આવી રહ્યું છે.
સવાલ એ છે કે, કોઈપણ સેફ્ટી વગર લાઈવ વીજળી ઉપર ચડવાનો અધિકાર કોને આપ્યો?
GETCO / PGVCL ના નિયમ મુજબ 66 કેવી જેવી હાઈ વોલ્ટેજ લાઈન પર કામ કરતા પહેલા પ્રોપર શટડાઉન, વર્ક પરમિટ અને સંપૂર્ણ સેફ્ટી કીટ ફરજિયાત છે. તેમ છતાં નિયમોને ઘોળીને પી જવામાં આવી રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? અધિકારીની કે કર્મચારીની?
આ બેદરકારીને કારણે કોઈ કર્મચારીનો જીવ જોખમમાં મુકાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
અમે માંગ કરીએ છીએ કે,
કર્મચારીઓને સેફ્ટી સાધનોનો ફરજિયાત ઉપયોગ કરાવવામાં આવે.
લાઈવ લાઈન પર કામ કરતા પહેલા સુપરવાઈઝરની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.
બેદરકારી દાખવનાર સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવે.
📲Get App