🔥 TRENDING તલોદ નજીક રોજડ ચોકડી પર બસ ચેકિંગ દરમિ... Young Women Flock to Sarojini Nagar Ma... Bihar Government Announces Single Exam... 25-year-old bride found hanged in in-l... Man shot dead while playing cards in B... Bihar Health Ministry Issues Flood Ale...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેવળકી ખાતે ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે રુ 64 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Aug 2026, 10:41 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેવળકી ખાતે ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે રુ 64 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

ઉનાળામાં તળાવ ઊંડા કરવાની કામગીરીના ફળ સ્વરૂપે નવા નીર આવતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાં કરાયાં

અમરેલી, તા. ૨૭ - ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવાના હેતુથી અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોની શૃંખલા અંતર્ગત વડીયા તાલુકાના દેવળકી મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રુ. ૬૪ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દેવળકી ગામમાં આંગણવાડી, સ્નાનઘાટ, સુરક્ષા દિવાલ, સીસી રોડ, બ્લોક રોડ, કોઝવે સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને જરૂરી માળખાકીય સુવિધાઓ વધુ સુલભ બનશે.

આ પ્રસંગે ઉનાળા દરમિયાન હાથ ધરાયેલા જળસંચયના કાર્યો અંતર્ગત ગામમાંથી પસાર થતી નદીના તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક થતાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યાં હતાં.

મંત્રીશ્રીએ વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે દેવળકી ગામના શિવાલય ખાતે ગ્રામજનો દ્વારા કરવામાં આવતી અનોખી જીવદયા સેવાની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી. ગ્રામજનો દ્વારા પ્રતિદિન આશરે ૧૫ કિલો લોટમાંથી રોટલા તૈયાર કરી શ્વાનને ખવડાવવામાં આવે છે. આ સેવા માટે ઉપયોગમાં લેવાતી સુવિધાઓનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કરી ગ્રામજનોની જીવદયા પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે વડીયા કુકાવાવ જિલ્લા પંચાયત બેઠકોના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સદસ્ય, દેવળકીના સરપંચ શ્રી, કુકાવાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App