🔥 ट्रेंडिंग चाळीसगावच्य कन्नड घाटात एसटी बसचा अपघा... અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગી... અમદાવાદ: કૃષ્ણનગરમાં જાહેરમાં લુખ્ખાગી... સાસણ ગીર ખાતે નવા પોલીસ સ્ટેશનનું લોકા... रेलवे बिस्तर की चादर को शॉल बनाते हुए... TVK मंत्री ने वायरल वीडियो को खारिज कि...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પારડીમાં રેમન્ડ કંપની પાસે કારમાંથી 6000નો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurbhai 🗓 23 अग. 2026, 06:08 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારડી પોલીસે ખડકી રેમન્ડ કંપનીના બ્રિજ પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કુલ 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પારડી પોલીસની ટીમ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ખડકી રેમન્ડ કંપનીના બ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક વેગનર કારને પોલીસે અટકાવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી 48 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 6,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દારૂના જથ્થા સાથે કારચાલક પ્રકાશભાઈ જયંતીભાઈ ઈથવાની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને કાર મળીને કુલ 1,56,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પારડી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App