🔥 TRENDING સુરતમાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણ... বাগনানের বিভিন্ন জায়গায় চলছে এখনো প্... मावळातील कामशेत पोलिसांची विक्रमी कामग... आगरा में नमकीन फैक्ट्री में लगी भीषण आ... Bhuvneshwar Kumar Sets World Record fo... समुद्र की आवाज़ें सुनाई दीं
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાથી નશાકારક કફ સિરપની 600 બોટલ ઝડપાઈ ત્રણ આરોપીઓની ધરપકડ, રૂ. 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 23 Oct 2026, 08:00 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાંગોદર પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગની સંયુક્ત ટીમે દરોડો પાડીને કોડીનયુક્ત કફ સિરપની 600 બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કોડીનયુક્ત કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કફ સિરપની 600 બોટલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વધુ વિગતો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે પોલીસની આ કાર્યવાહીથી આવા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App