🔥 TRENDING बगरू वालो के रास्ते में स्थापित रावण प... बड़ेसरा में जुड़वां भाइयों की हत्या मे... મંગળોરમાં નવરાત્રી દરમિયાન નાગદેવતા પૂ... जालंधर कैंट में दुशहरे पर पंजाब प्रदेश... जमशेदपुर में गोकुल धाम सोसाइटी का पंडा... જુનાગઢના માંગરોળમાં નાગલિયા દેવની પૂજા...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન! રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન; 60 ફૂટના રાવણ અને 50-50 ફૂટના કુંભકર્ણ-મેઘનાદનાં પૂતળાંનું દહન નિહાળવા ઉમટી જનમેદની

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 20 Oct 2026, 10:38 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દશેરાના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 ફૂટ ઊંચા રાવણના પૂતળા સાથે 50-50 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું પણ દહન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય આયોજનને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં વિશાળ પૂતળાંના દહન સાથે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું.
દશેરાના પર્વે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં રાવણ દહનનો આ ભવ્ય નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
📲Get App