🔥 ट्रेंडिंग राजस्थान में ‘ऑपरेशन काउंटडाउन’ के तहत... बाड़मेर मगरा में मतदाता सूची से 200 ना... પાલેજ-નારેશ્વર માર્ગના ખાડાઓ સામે મહિલ... लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પશ્ચિમ કચ્છ પોલીસે 6 વર્ષથી ફરાર 9 ગુનાના વોન્ટેડ બુટલેગર રાસુભા સોઢાને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Samasandhi Salman Anwar 🗓 28 सित. 2026, 04:21 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ કચ્છ LCB પોલીસને મોટી સફળતા મળી છે. 9 પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર અને મોસ્ટ વોન્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને પોલીસે ઓપરેશન ખોજ હેઠળ ઝડપી પાડ્યો છે.

પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના 9 પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા 6 વર્ષથી ફરાર અને ઇંગ્લિશ દારૂના મોસ્ટ વોન્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભુજ-કચ્છ પોલીસે ઝડપી પાડ્યો છે. આ બુટલેગર પોલીસને પડકાર ફેંકી રહ્યો હતો અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો હતો.

IGP ચિરાગ કોરડીયા અને SP વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે આ આરોપીને પકડવા માટે 15 દિવસ સુધી ખાનગી વેશમાં ખાનાય જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ માટે 'ઓપરેશન ખોજ' હાથ ધરવામાં આવ્યું હતું.

27 સપ્ટેમ્બરના રોજ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાનાય સીમમાંથી આરોપી રાસુભા સોઢાને સફળતાપૂર્વક ઝડપી લીધો. આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં ખુશીનો માહોલ છે અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સંદેશો મળ્યો છે.
📲Get App