Crime
અમદાવાદ: ગોતામાં ફૂડ સેફ્ટી વિભાગે 6-7 હજાર કિલો શંકાસ્પદ સોસ ઝડપ્યો
અમદાવાદના ગોતા વિસ્તારમાં તહેવારોની સિઝન વચ્ચે ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે આશરે 6થી 7 હજાર કિલોગ્રામ શંકાસ્પદ અને અખાદ્ય સોસનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરમાં તહેવારોની ઉજવણી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. શહેરના ગોતા વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન આશરે 6થી 7 હજાર કિલોગ્રામ જેટલો શંકાસ્પદ અને અખાદ્ય સોસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર જ આ સમગ્ર જથ્થાને સીલ કરી દીધો છે. આ ઉપરાંત, સોસના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેની ગુણવત્તા અને ખાદ્યતા અંગે સ્પષ્ટતા થઈ શકે.
આ શંકાસ્પદ સોસનો ઉપયોગ શહેરમાં આવેલી હોટલો, રેસ્ટોરાં કે ફાસ્ટ ફૂડના ધામોમાં કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠી રહી છે.