🔥 TRENDING અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂનો કહેર! 6 લોકોની તબિયત લથડી, 29 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત
Local

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂનો કહેર! 6 લોકોની તબિયત લથડી, 29 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત

✍️ Reporter: Makvana Jaydip 🗓 19 Aug 2026, 01:52 PM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લામાં દારૂના સેવન બાદ 6 વ્યક્તિઓની તબિયત લથડતા હાલ તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ સોલંકી નામના બુટલેગર દ્વારા રોયલ સ્ટેગ નામની બોટલમાં ડુપ્લીકેટ દારૂ ભરી તેનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
ખરકડી ગામના 4થી વધુ યુવાનોની તબિયત આ દારૂના સેવન બાદ બગડી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક 29 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત પણ થયું છે.
સમગ્ર મામલે પોલીસે 4 બુટલેગરો સામે તપાસ શરૂ કરી છે તેમજ ડુપ્લીકેટ દારૂ જ્યાં જ્યાં સપ્લાય થયો હોવાની શક્યતા છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે છેલ્લા ત્રણ દિવસમાં દારૂનું સેવન કર્યું હોય અને તબિયતમાં કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવવું.
📲Get App